મોરબી: મોરબીની જનતા માટે એક ઉપયોગી સ્વાસ્થ્ય સેવાના ભાગરૂપે, આવતીકાલે રવિવાર, 14 ડિસેમ્બર, 2025ના રોજ નિઃશુલ્ક નિદાન અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી હનુમાન મંદિર, જોધપર નદી ખાતે યોજાશે.આ આરોગ્ય કેમ્પમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટરો તેમની સેવાઓ આપશે. જેમાં પલ્સ હોસ્પિટલના ડૉ. ઉમેશ ગોધવીયા (MD Medicine) હૃદયરોગ, બ્લડ પ્રેશર (BP), ડાયાબિટીસ અને છાતીના રોગો સંબંધિત તપાસ અને માર્ગદર્શન આપશે. તેમજ વાત્સલ્ય હોસ્પિટલના ડૉ. અક્ષય જાકાસણિયા (MBBS-FCPS) નવજાત શિશુ અને બાળરોગ નિષ્ણાત તરીકે સેવા આપશે. દેવકી હોસ્પિટલના ડૉ. પાયલ ફળદુ (MBBS-DGO) પ્રસૂતિ અને સ્ત્રીરોગ સંબંધિત સમસ્યાઓનું નિદાન કરશે, જ્યારે ડૉ. ખ્યાર્તિ ફળદુ (BPT) ફિઝિયોથેરાપી અને યોગ્ય કસરત માર્ગદર્શન પૂરું પાડશે. ખાસ કેમ્પમાં આવનાર દર્દીઓને તેમની જૂની ફાઈલો અને રિપોર્ટ્સ અચૂક સાથે લઈને આવવા જણાવાયું છે. મોરબીની જનતાને આ નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.