મોરબી: લોકોની આરોગ્ય સુખાકારી માટે જેતપર (મ.) ખાતે આગામી તારીખ ૧૫-૦૩-૨૦૨૬ ને રવિવારના રોજ એક ફ્રી નિદાન અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ શ્રીજી વાડી, દેવળીયાના રસ્તે, જેતપર (મ.) ખાતે સવારે ૧૦:૦૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી યોજાશે. આ કેમ્પમાં મોરબીના વિવિધ રોગોના સુપ્રસિદ્ધ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓને વિનામૂલ્યે નિદાન તથા માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પમાં સેવા આપનાર ડોક્ટરો અને વિભાગની વિગત નીચે મુજબ છે:● ચામડી અને વાળ વિભાગ: ડો. જીત જાકાસણીયા (ધન્ય આયુર્વેદા હોસ્પિટલ, મોરબી) ચામડી અને વાળના તમામ રોગોની સારવાર અને માર્ગદર્શન આપશે.● સ્ત્રીરોગ અને પ્રસુતિ વિભાગ: ડો. ભુમી જાકાસણીયા (જતન IVF હોસ્પિટલ, મોરબી) ટેસ્ટટ્યુબ બેબી, સ્ત્રીરોગ અને પ્રસુતિની સારવાર આપશે.● સર્જરી અને લેપ્રોસ્કોપી વિભાગ: ડો. ઋષિ વાંસદડિયા (સ્ટાર સર્જીકલ એન્ડ ઈમેજીંગ સેન્ટર, મોરબી) જનરલ સર્જરી અને લેપ્રોસ્કોપી અંગે માર્ગદર્શન આપશે. ● પંચકર્મ અને મેડીસીન વિભાગ: ડો. રવિરાજ લિખીયા (ધન્ય આયુર્વેદા હોસ્પિટલ, મોરબી) પેટના, સાંધાના, વંધ્યત્વના રોગો, પંચકર્મ અને ગર્ભસંસ્કાર અંગે સારવાર આપશે. ● બાળરોગ અને ક્રિટીકલ કેર યુનીટ: ડો. અક્ષય જાકાસણીયા (વાત્સલ્ય બાળકોની હોસ્પિટલ, મોરબી) નવજાત શિશુ અને બાળ રોગોની સારવાર આપશે.#Morbi #MorbiUpdate #Jetpar #FreeMedicalCamp #HealthCamp #MorbiDoctors #MedicalCampJetpar #FreeDiagnosisCamp