સ્વ. ડાયાભાઈ માવજીભાઈ શેરસીયાની દ્વિતિય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આયોજનમોરબી : મોરબીના મહેન્દ્રનગર સ્થિત રામવાડી ખાતે આગામી તારીખ 15 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 9 થી 11 કલાકે સ્વ. ડાયાભાઈ માવજીભાઈ શેરસીયાની દ્વિતિય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.શેરસીયા પરિવાર દ્વારા સ્વ. ડાયાભાઈ શેરસીયાને સાર્થક શ્રદ્ધાંજલિ આપવા માટે તેમની દ્વિતિય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સંસ્કાર બ્લડ બેંક મોરબીના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. તો આ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરવા આમંત્રણ પાઠવાયું છે.