તમામ રોગોની શ્રેષ્ઠ સારવાર, અનેક સુવિધાઓ સાથે અનુભવી ડોકટર MBBS ડો. સાજન સુતરીયાની સેવા ઉપલબ્ધ તા.18ને શુક્રવારે કેમ્પની પુર્ણાહુતિ : કેમ્પનો લાભ લેવા સર્વે મોરબીવાસીઓને અનુરોધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની શિવમ હોસ્પિટલમાં તમામ રોગોની શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ છે. આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ હોવાની સાથે અનુભવી ડોકટર પણ ધરાવે છે. અહીં આજથી ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશરના ફ્રી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે આગામી શુક્રવાર સુધી ચાલવાનો છે. જેનો લાભ લેવા સર્વે મોરબીવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબીમાં રવાપર- ધૂનડા રોડ ઉપર શિવશક્તિ સોસાયટીમાં રાધેક્રિષ્ના પ્રોવિઝન સ્ટોરની બાજુમાં કાસુન્દ્રા માર્કેટમાં બીજા માળે શિવમ હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં MBBS ડો. એસ.એ. સુતરિયા ( MCI - ઓલ ઇન્ડિયા રેન્ક-6)ની સેવા ઉપલબ્ધ છે. જેમનો સમય સવારે 9થી 1 તથા બપોરે 4થી સાંજે 8 સુધીનો છે. આ હોસ્પિટલમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોડ, ચિકનગુનિયા, કોરોના તથા તમામ પ્રકારના તાવના નિદાન તથા સારવાર, પેટના રોગો, ઝાડા, ઉલટી, કોલેરા, જૂની એસીડીટી, કબજિયાત, મરડો, ભૂખ ન લાગવી વગેરે રોગોનું નિદાન તથા સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત પથરી, પેશાબમાં બળતરા, વારંવાર પેશાબ લાગવો, પ્રોસ્ટેટનું વધવું, વગેરે રોગોનું નિદાન તથા સારવાર, ચામડીના રોગો જેવા કે ખીલ, ધાધર, શીળસ, ખરજવું, કરોળીયા, ઉંદરી, ગાલમાં સફેદ ડાઘા, ગાલમાં કાળા ડાઘા વગેરેનું સચોટ નિદાન તથા સારવાર, સ્ત્રી રોગોનું સચોટ નિદાન તથા સારવાર, ગુપ્ત રોગોનું સચોટ નિદાન તથા સારવાર તેમજ ઇજાઓ માટે ડ્રેસિંગ તથા ટાંકા લેવાની સુવિધા આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં તા.18થી 20 ઓગસ્ટ સુધી વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાયાબીટીસ તથા બ્લડ પ્રેશરનું ફ્રી નિદાન તથા સારવાર અને ફ્રી દવાઓ આપવામાં આવશે. કેમ્પનો લાભ લેવા તથાવધુ વિગત માટે મો.નં. 81607 97144 અથવા 95101 36453 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.