મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, ડિવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન, શ્રી જલારામ મંદિર ગ્રીન ફર્દ, લંડન, યુ.કે દ્વારા તારીખ 26 મેને રવિવારના રોજ સવારે 9:00 થી 12:30 કલાક દરમ્યાન સાંઈ મંદિર, રણછોડનગર, નવલખી રોડ મોરબી ખાતે વિના મૂલ્યે દંત યજ્ઞ અને બત્રીસીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં દાંતના રોગીનું મફત નિદાન કરી સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત, આયુર્વેદની ઉત્તમ જાલંધર બંધ વિધિથી દાંત કાઢી આપવામાં આવશે. આ કેમ્પમાં જરૂરીયાતમંદ વૃદ્ધ વ્યક્તિને દાંતની બત્રીસી પણ બનાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.આ કેમ્પમાંરાષ્ટ્રિય દંત ચિકિત્સા ગુરુ ડો. જયસુખ મકવાણા, બી.ડી.એસ. ડો. સંજય અગ્રાવત, ડો. અભિજાના બહેન ડો. ઉષા ઘાયલ વગેરે સેવા આપશે. આ કેમ્પમાં જાગૃતિ ચૌહાણ તથા લાયન મેમ્બર્સ સેવા આપશે. વધુ માહિતી મેળવવા મોનિકાબેન ભટ્ટ મો.નં. 94097 73674, અને મહંત શ્રવી બાબુભાઈ મો.નં. 90092 15755 પર સંપર્ક કરવાનો રહેશે.