મોરબી : શ્રી ધીર ગુરુદેવની પ્રેરણાથી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા તા. 8-6-2025ને રવિવારના રોજ સવારે 9 કલાકે નિઃશુલ્ક દંતયજ્ઞ કેમ્પ અને ફ્રી બત્રીસીના કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આશરે 90 જેટલા દર્દીઓ ટ્રીટમેન્ટ માટે આવ્યા હતા. જેમાંથી 35 દર્દીઓએ ફ્રી બત્રીસીનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ડો. જયસુખભાઈ મકવાણા, જાગૃતિબેન ચૌહાણ તથા મોનિકાબેન ભટ્ટ વગેરે પોતાની સેવા આપી હતી. આ કેમ્પનું ઉદઘાટન દાતા માલિનીબેન સંઘવીના મોટા બેન નિર્મલાબેન મહેતાએ દીપ પ્રાગટય કરી કર્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા શ્રી સ્થાનકવાસી જૈન સંઘ, સોની બજાર, મોરબીના ટ્રસ્ટીઓ નવીનભાઈ દોશી, અશોકભાઈ મહેતા, ઊર્મિલાબેન મહેતા, યોગેશભાઈ, કેતનભાઈ મહેતા, નીતિનભાઈ મહેતા તથા ચેતના દોશી વગેરેએ જહેમત ઉઠાવી હતી.