વાંકાનેર : વાંકાનેર અને આસપાસની જાહેર જનતાના લાભાર્થે દંત રોગો માટે વિનામૂલ્યે દંત ચિકિત્સા અને દાંતની બત્રીસીના કેમ્પનું આયોજન શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા પૂ. ધીરગુરુદેવની પ્રેરણાથી કરવામાં આવ્યું છે. જેમાં ડિવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન રાજકોટની ટીમના ડો. જયસુખભાઈ મકવાણા અને તેમની ટીમના મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ, ડો. સંજય અગ્રાવત વગેરે સેવા આપશે.આ કેમ્પ આગામી તારીખ 13 સપ્ટેમ્બર ને શનિવારના રોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી વાંકાનેરમાં ઝાલા હોસ્પિટલની બાજુમાં પ્રતાપ રોડ પર બંધુ સમાજ ખાતે યોજાશે. આ કેમ્પના દાતા ઈશ્વરભાઈ કે. દોશી પરિવાર છે. કેમ્પમાં દાંત અને પેઢાના રોગોનું નિદાન, વિનામૂલ્યે દવાઓ, દાંતની બત્રીસી બનાવી આપવી, દાંત-દાઢ આયુર્વેદની જાલંધર વિધિથી ઈન્જેક્શન વગર કાઢી આપવામાં આવશે. કેમ્પમાં નામ નોંધાવવા માટે મોનિકા ભટ્ટ (મો.નં. 9409773674) પર સંપર્ક કરવા શ્રી દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ બંધુ સમાજ વાંકાનેર દ્વારા જણાવાયું છે.