હળવદ: સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ (સ્પોર્ટ્સ એકેડમી) દ્વારા સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ ખાતે 3 જાન્યુઆરી થી 11 જાન્યુઆરી સુધી ફ્રી ક્રિકેટ કોચિંગ કેમ્પનું આયોજન કરાયું છે. સાંદિપની ઈંગ્લીશ સ્કૂલ ખાતે શરૂ થયેલા ફ્રી ક્રિકેટ કોચિંગ કેમ્પમાં ક્રિકેટ કોચ હરદેવસિંહ જાડેજા, સન્ની દલવાડી, પંચોલીભાઈ તથા હરપાલ પઢાર દ્વારા 150થી વધારે બાળકોને 11 જાન્યુઆરી સુધી સાંજે 5 વાગ્યાથી 6-15 વાગ્યા સુધી ક્રિકેટનું કોચિંગ આપવામાં આવશે. જેમાં 8 વર્ષથી 20 વર્ષના તમામ દીકરા તથા દીકરીઓ ભાગ લઈ શકશે.