નિદાન કેમ્પમાં 240 લોકોએ લાભ લીધો મોરબી : રોટરી ક્લબ મોરબી દ્વારા બે દિવસીય નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિનામૂલ્યે આધુનિક પદ્ધતિથી મોબાઈલ કેન્સર ડિટેકશન વનમાં આઇબ્રેસ્ટ સ્કેન,મેમોગ્રાફી,પેપ સ્મીયર ટેસ્ટ તથા પ્રોસ્ટેટ કેન્સરના ટેસ્ટ કરી આપવામાં આવેલ હતા.આ કેમ્પમાં 240 લોકોએ લાભ લીધો હતો. રોટરી ક્લબ મોરબી દ્વારા ગત તા.5 તથા તા.6ના રોજ મયુર ફાઉન્ડેશન સંચાલિત મયુર હોસ્પીટલ મોરબી ખાતે રોટરી ક્લબ ઓફ ચીખલી રિવરફ્રન્ટ તથા રોટરી ક્લબ ઓફ ગણદેવીના સહયોગથી આલીપોર સોશિયલ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત આલીપોર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશય તેમજ પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.શરમ,સંકોચ અને આર્થિક કારણોસર લોકો સમયસર નિદાન કરાવવાનું ટાળતા હોય છે.સજાગતાથી જો પ્રાથમિક સ્ટેજમાં તપાસ થઈ જાય તો ઘણી પ્રકારની તકલીફો કે વેદનાથી બચી શકાય છે.એ જ હેતુથી રોટરી ક્લબ મોરબી દ્વારા વિનામૂલ્યે આધુનિક પદ્ધતિથી મોબાઈલ કેન્સર ડિટેકશન વનમાં આઇબ્રેસ્ટ સ્કેન,મેમોગ્રાફી,પેપ સ્મીયર ટેસ્ટ તથા પ્રોસ્ટેટ કેન્સરના ટેસ્ટ કરી આપવામાં આવેલ હતા.બે દિવસના આ નિદાન કેમ્પમાં 240 લોકોએ લાભ લીધેલ હતો. આ કેમ્પના આર્થિક સહયોગી ટી.ડી. પટેલ,કરસનભાઈ આદ્રોજા,રોટે.સિદ્ધાર્થભાઈ જોશી,રોટે.હરિનભાઈ પરમાર,રોટે.જીતેશભાઈ સચદેવ તથા મયુર ફાઉન્ડેશન સંચાલિત મયુર હોસ્પિટલના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.આ કેમ્પને સફળ બનાવવામાં પ્રોજેક્ટ ચેરમેન રોટે.સિદ્ધાર્થ ભાઈ જોશી, પ્રેસિડેન્ટ રોટે.બંસી શેઠ, સેક્રેટરી રોટે. રસિદા લાકડાવાલા તથા રોટરી ક્લબ મોરબી ના સભ્યો અને યુવા આર્મી લેડીઝ વિંગના મહિલા સભ્યોએ જહેમત ઉઠાવેલ હતી.