મોરબી : મોરબીમાં સોમનાથ પ્લાઝા, 3જો માળ, મામા ફટાકડા પાસે, રવાપર રોડ ખાતે આવેલી કેશર ફિઝીયોથેરાપી ક્લિનીક ખાતે કાલે તા.૧૨ જાન્યુઆરી ને રવીવારના રોજ સવારે 9 થી બપોરના 12 તથા સાંજે 5 થી 8 કલાક દરમ્યાન નિ:શુલ્ક ફિઝીયોથેરાપી નિદાન કેમ્પ યોજાશે.આ કેમ્પમાં કેશર ફિઝિયોથેરાપી ક્લિનિકના ડો.મિતલ રૈયાણી (B. Physio-M.L.A.P.) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ સેવા આપશે. તમાકુ અને કેન્સરના ઓપરેશન પછી મોંઢુ ખોલવા માટેની કસરત,સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી દર્દીઓ કેમ્પમાં લાભ લઈ શકશે. તેમજ વધુ માહિતી માટે મો. નં. 97278 41107 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.