ગર્ભાવસ્થા પહેલાંની કાળજી, કુદરતી પ્રસુતિના ઉપાયો, પ્રસૂતિ પછીના આહાર વિહાર અને કાળજી સહિતના વિષયો ઉપર અપાશે માર્ગદર્શનમોરબી : મોરબીમાં આગામી તા. ૧૦ને રવિવારે સાંજે ૪ થી ૬ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગર્ભસંસ્કાર વિષય ઉપર એક નિઃશુલ્ક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં રાજકોટ સંસ્કૃતિ આર્ય ગુરુકુલના સંચાલક ડૉ. મેહુલભાઇ આચાર્ય શિબિરાર્થીઓને માર્ગદર્શન આપશે.ડૉ.મેહુલભાઇ આચાર્ય આયુર્વેદના પ્રખંડ જ્ઞાતા છે. દર્શનાચાર્ય છે. આયુર્વેદ તથા દર્શનશાસ્ત્રમાં પી.એચ.ડી. છે. ખાસ મોરબીના આંગણે થનાર આ જ્ઞાનયજ્ઞમાં અનેક વિષયોની છણાવટ કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે ગર્ભાવસ્થા પહેલાંની કાળજી કુદરતી પ્રસુતિના ઉપાયો, પ્રસૂતિ પછીના આહાર વિહાર અને કાળજી, મંત્રૌષધિ સંસ્કારનું સંપૂર્ણ વિજ્ઞાન, ગર્ભસંસ્કાર, મંત્રપ્રયોગ અને વિવિધ વૈદિક સૂક્ત, નાના બાળકોની પરવરિશનું વિજ્ઞાન વગેરે વિષય પર જાણકારી મેળવવા નવપરણિત યુવાનો, સમસ્યાગ્રસ્ત યુવાનો, આયુર્વેદના જીજ્ઞાસુઓને હાજર રહેવા હાકલ કરવામાં આવી છે.હાજર પરિણિત યુગલોને મધૂરમ ફાઉન્ડેશન તરફથી 'ગર્ભવિજ્ઞાન' પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવશે. શિબિરનું આયોજન મધૂરમ ફાઉન્ડેશન તથા ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. જેનો કોઇ ચાર્જ નથી, બિલ્કુલ ફ્રી શિબિર છે પણ વ્યવસ્થાના ભાગ રૂપે 9426232400 ઉપર ફોન કે વોટ્સએપથી જાણ કરવા પ્રાણજીવન કાલરિયાની યાદીમાં જણાવાયું છે.