0 થી 12 વર્ષ સુધીના તમામ બાળકોને તથા પ્રેગ્નન્ટ લેડીઝને આ ટીપા વિનામૂલ્યે પીવડાવવામાં આવશેમોરબી : આવતીકાલે ઉતરાયણ અને પુષ્યનક્ષત્રનું ઉત્તમ સંયોજન છે. ત્યારે આ દરમ્યાન આયુ જીવન આયુર્વેદ દ્વારા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે 14-1-2025ને મંગળવારના રોજ વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાશે.જેમાં શ્રી સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી, સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરી, તથા પુજારા મોબાઈલ વાળી શેરી,શનાળા રોડ, મોરબી ખાતે સવારે 10 થી 1 કલાક દરમ્યાન 0 થી 12 વર્ષ સુધીના તમામ બાળકોને તથા પ્રેગ્નન્ટ લેડીઝને આ ટીપા વિનામૂલ્યે પીવડાવવામાં આવશે.મહત્વનું છે કે, સુવર્ણપ્રાશન ટીપા રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જે કોઈપણ રોગ સામે રક્ષણ આપે છે. જેથી કોઈપણ રોગ ઝડપથી આવતા નથી. તે પાચનતંત્રમા સુધારો કરે છે, યાદશક્તિ માં વધારો કરે છે, ગુસ્સો તથા ચીડચીડીયા પણું ઓછું થાય છે, તાવ, શરદી,ઉધરસ, વાયરલ ઇન્ફેક્શનથી બચાવ કરે છે, શારિરીક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે, વાન ઉજળો કરે, તેજસ્વી તથા ચપળ બનાવે તેમજ આ ટીપા આયુર્વેદિક હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી.