મોરબી : પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આં વખતે પણ તા. 18-12-2024ને બુધવારેનાં રોજ નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 0 થી 15 વર્ષ સુધીનાં બાળકોને ટીપાં પીવડાવવા પીવડાવામાં આવશે.સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી આયોજિત આ કેમ્પમાં વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ મોરબી ખાતે સવારે 9 થી 1:30 કલાક દરમ્યાન ફ્રીમાં ટીપાં પીવડાવામાં આવશે. મોરબીની તમામ સોસાયટીનાં બાળકોને આં લાભ લેવા માટે જણાવવામાં આવ્યુ છે. આં કેમ્પમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીનાં સભ્યો સેવા આપશે. તેમજ વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9427213999 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.