મોરબી : કોરોનાની મહામારીના સમયમાં મોરબીની સાર્વજનિક આયુષ હોસ્પિટલ સંપૂર્ણપણે કાર્યરત છે. જેમાં માં કાર્ડ અને આયુષ્માન ભારત યોજના અંતર્ગત દર્દીઓ નિઃશુલ્ક સેવાનો લાભ લઇ રહ્યા છે. ત્યારે એક સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના સજનબેન જાંબુકીયા પડી જતા મણકાનું ફ્રેકચર થયું હતું. તેમને પ્રાઇવેટ હોસ્પીટલમાં 1 થી 1.5 લાખ જેટલો ખર્ચ જણાવ્યો હતો. પરંતુ દર્દીની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ માં કાર્ડ અંતર્ગત આ જટિલ અને મોટા ઓપરેશન માટે સાર્વજનિક આયુષ હોસ્પીટલમાં દાખલ થયા ત્યાં સફળતાપૂર્વક તેમનું નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવ્યું હતું. જેથી, દર્દીએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો. વધુમાં ડો.ચેતન અઘારાએ યાદીમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં અન્ય જીલ્લામાંથી ઈમરજન્સી ઓપરેશન માટે આવતા દર્દીનું સૌપ્રથમ મેડીકલ ચેક-અપ કરાવવામાં આવે છે અને જરૂર જણાય તો કોરોના વાયરસનો રીપોર્ટ નિઃશુલ્ક કરાવવામાં આવે છે. અને પછી દર્દીને ઈમરજન્સી ઓપરેશનની સેવા આપવામાં આવે છે.