મોરબી : મોરબીમાં આવતીકાલે તા.૩૦ને ગુરૂવારના રોજ સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી ઉમા હોલ દ્વારા ૬ મહિનાથી ૧૨ વર્ષ સુધીના બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપાનો કેમ્પ ઊમા હોલ,રવાપર ગામના ઝાપે,રવાપર રોડ,મોરબી ખાતે રાખવામાં આવ્યો છે. બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપ પીવડવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે,યાદશક્તિ માં વધારો કરે છે,તાવ, શરદી, વાયરલ ઇન્ફેક્શનથી બચાવ કરે છે,આ ટીપા આયુર્વેદિક હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી.