મોરબી : મોરબીમાં સિદ્ધ ગાયત્રી શક્તિપીઠ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આવતીકાલે ૨વિવારે આયોજન કરવામાં આવ્યું છે. સિદ્ધ ગાયત્રી શક્તિપીઠ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા આયુર્વેદિક સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું તા. 27ને ૨વિવા૨ સમય સવા૨ે 9-30થી 1 વાગ્યા સુધી લક્ષ્મીનારાયણ સોસાયટી, મારૂતિનંદન એપાર્ટમેન્ટ (પાર્કિંગમાં), મહેન્દ્રસિંહ હોસ્પિટલની બાજુમાં, સામે કાંઠે, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અતિથિ વિશેષ તરીકે રાજકોટના સંત સ્વરૂપાનંદ ઉપસ્થિત રહેશે. આ કેમ્પમાં નિષ્ણાંત વૈદ્ય જે. પી. દંગી સેવા આપશે. કેમ્પમાં જરૂરી આયુર્વેદિક દવાઓનો ચાર્જ અલગથી લેવામાં આવશે. કેમ્પમાં વિવિધ રોગોની સારવાર ઉપલબ્ધ કરાશે. જેનો લાભ લેવા અપીલ કરાઈ છે.