પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટનું ભગીરથ કાર્ય મોરબી : પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા એક વર્ષ સુધીના બાળકો માટે ફ્રી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ છે. આ એમ્બ્યુલન્સ રાજકોટ આસપાસના 100 કિલોમીટર વિસ્તારમાં ફરશે. જેનો લાભ મોરબી જિલ્લાના લોકો પણ લઇ શકશે. આ સેવાનો લાભ લેવા માટે મો.ન. 95743 00647 પર સંપર્ક કરવાનો રહેશે. આ એમ્બ્યુલન્સ હૃદયની બીમારીવાળા જન્મતા બાળકો કે જે બાળકોને બીજી હોસ્પિટલમાં દાખલ કરવા માટે બિલકુલ વિનામૂલ્યે મળશે. આ એમ્બ્યુલન્સમાં icu ઑન વ્હિલ, પાવરફુલ એસી, ઓક્સિજન વેન્ટિલેટર, ઇન્વેટર મોનિટર, સીરીંગ પમ્પ, કાચની પેટી તથા તમામ હોસ્પિટલના સાધનો અને વેન્ટિલેટરવાળી ફુલ સગવડતા સાથે વિનામૂલ્યે મળશે. જે બાળકો સગવડના અભાવે મૃત્યુ પામે છે તેવા બાળકોને બચાવવા પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટએ ભગીરથ પ્રયાસ કર્યો છે. ફક્ત ને ફક્ત સેવાકાર્ય માટે શરૂ કરેલી આ એમ્બ્યુલન્સનો કોઈ પણ સમાજ લાભ લઈ શકશે. ત્યારે મોરબી જિલ્લાના લોકોને પણ આ એમ્બ્યુલન્સનો લાભ લેવા ટ્રસ્ટ દ્વારા જણાવાયુ છે.