ગરીબ દર્દીઓ માટે નિઃશુલ્ક સારવાર અને દવાઓનું આયોજન: વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે વિવિધ રોગોના નિષ્ણાત તબીબો સેવા આપશેમોરબી : મોરબીમાં પોતાની મહેનતથી ડોક્ટરની ડિગ્રી મેળવી અને ગરીબ દર્દીઓની ફ્રી સારવાર કરવાના ઉમદા આદર્શ સાથે નાની ઉંમરે અવસાન પામેલા ડો. પ્રશાંત મેરજાના વિચારોને જીવંત રાખવા આગામી 12/04/2026, રવિવારના રોજ ડો. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા 18મો સર્વરોગ નિદાન ફ્રી સારવાર અને દવા મેડિકલ કેમ્પ યોજાશે.આ કેમ્પ વાવડી રોડ પર આવેલી વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે સવારે 8:30 થી 12:00 કલાક દરમિયાન યોજાશે. આ સેવા યજ્ઞમાં સવારે 9:00 કલાકે કબીર આશ્રમના મહંત શિવરામદાસબાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. દર્દીઓની સુવિધા માટે કબીર આશ્રમ તથા ભૂમિ ટાવર પાસેથી વેદાંત સ્કૂલ સુધી જવા-આવવા માટે બસની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.કેમ્પમાં સેવા આપનાર નિષ્ણાત તબીબો• ડો. ભાવિન ગામી: જનરલ ફીઝિશીયન તથા ફેફસાના રોગના નિષ્ણાંત• ડો. અક્ષય જાકાસણીયા: બાળ રોગના નિષ્ણાંત• ડો. યોગેશ પેથાપરા: ઓર્થોપેડીક સર્જન• ડો. ઉમેશ ગોધવીયા: જનરલ ફીઝીશીયલ, ડાયાબીટીસ અને હ્રદય રોગના નિષ્ણાંત• ડો. નિધિ સુરાણી ભાડજા: મગજ, માનસિક અને વ્યસન મુકિત નિષ્ણાંત• ડો. કિશન બોપલીયા: દાંતના રોગના નિષ્ણાંત• ડો. કલ્પેશ રંગપરિયા: ચામડીના રોગના નિષ્ણાંત• ડો. વિશાલ બાવરવા: આંખના સર્જન• ડો. પુલકિત પ્રકાશભાઈ: કાન, નાક અને ગળાના નિષ્ણાંતઆ કેમ્પમાં નિદાનની સાથે જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે. ગરીબ દર્દીઓને બહોળી સંખ્યામાં આ મેડિકલ કેમ્પનો લાભ લેવા માટે આયોજક ડો. ભાવિન ગામી અને સન્ની મેરજા (ડો. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MedicalCamp #FreeHealthCheckup #MorbiUpdate #HealthNews #DrPrashantMerjaFoundation #MorbiNews