મોરબી : આવતીકાલે તારીખ 24 ઓગસ્ટ ને રવિવારના રોજ સવારે 9-30 થી બપોરે 1 કલાક સુધી મોરબીના બેલા ભરતનગર સ્થિત ખોખરા હનુમાન હરિહરધામ ખાતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મહામંડલેશ્વર 1008 કનકેશ્વરી દેવીજી અને રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદના સહયોગથી આ કેમ્પ યોજાશે. કેમ્પમાં મોરબી, માળિયાના નેશનલ હાઈવે ઉપર આવેલા ગામોમાંથી વધુમાં વધુ લોકો આ કેમ્પનો લાભ લે તે માટે નવા બસ સ્ટેશન થી ખોખર હનુમાન મંદિર અને માળિયા તાલુકા પંચાયત થી ખોખરા હનુમાન મંદિર જવા માટે સવારે 7-30, 8-30 અને 9-30 કલાકે એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પમાં નિષ્ણાત અનુભવી તબીબો દ્વારા કન્સલ્ટેશન, તપાસ અને સારવાર નિઃશુલ્ક કરવામાં આવશે. જરૂરિયાતમંદ દર્દીઓને કાર્ડિયોગ્રામ, ડાયાબિટીસ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. જુના તમામ રિપોર્ટ તથા એક્સ-રે સાથે લાવવા જણાવાયું છે. મોરબી, માળિયા હાઈવે ઉપર આવેલા તમામ ગામના લોકોને આ સેવાનો લાભ લેવા માટે ખોખરા હનુમાન હરિહરધામ મંદિર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.