મોરબી : મોરબીમાં ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા તા. 29-6-2025 ને રવિવારના રોજ સવારે 9 કલાકથી સાંજ સુધી ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ તથા સારવાર કેમ્પનું આયોજન દીપ હોમિયો ક્લિનિક રામચોકનો ઢાળીયો, સાવસર પ્લોટ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં હોમિયોપેથીક, વોટર થેરાપી, પ્રાણીક હિલિંગ, એક્યુપ્રેશર દ્વારા દરેક રોગોની સારવાર કરવામાં આવશે. આ કેમ્પમાં MD. (AM) BHMS ડો.નિલેશ પી.ગામી, MDAQ ડો. નિકુંજ ગોસ્વામી અને રેકી / પ્રાણીક હિલર મહેન્દ્રભાઈ પોતાની સેવા આપશે. આ કેમ્પમાં નામ નોંધાવવા માટે રુચિરભાઈ કારીયા મો. નં. 909978000, હર્ષદભાઈ ગામી મો.નં. 9898886585, અશોકભાઈ જોશી મો.નં. 8530414114, કિશોરભાઈ પલાણ મો. નં. 9879963762, જીતેનભાઈ દોશી મો. નં. 9825259185 નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.