મોરબી : મોરબીમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ દ્વારા તા. 8-1-2024ને બુધવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમ્યાન વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, સ્નેહ રેસી.નાં પાર્કિંગમાં, રવાપર રોડ, મોરબી ખાતે ફ્રી એકયુપ્રેસર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇશ્વરભાઇ મોટકા ફ્રી સેવા આપશે. જેમાં ઘૂંટણ, કમર, ગોઠણ, ખંભા, આંમ દરેક પ્રકારના સાંધાનાં દુ:ખાવા તેમજ માથાંનાં દુ:ખાવા વગેરે પ્રકારની ફ્રી સારવાર એક્યુપ્રેસર દ્વારા કરવામાં આવશે. ઇશ્વરભાઇને એક્યુપ્રેસરનો ઘણો જ અનુભવ છે તો મોરબીમાં રહેતા તમામને આમનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે. તેમજ નામ નોધણી વહેલા તે પહેલાં નાં ધોરણે સ્થળ પર જ કરવામાં આવશે.