વાંકાનેરઃ વાંકાનેર તાલુકાના તિથવા ગામે ઓમ ઉમા ભંગેશ્વર મહાદેવ મંદિરે દર શનિવારે એક્યુપ્રેસર પદ્ધતિથી નિઃશુલ્ક નિદાન-સારવાર કેમ્પ યોજાશે. ઓમ ઉમા ભંગેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત પ્રમુખ હંસરાજભાઈ ભવાનભાઈ હાલપરાના માર્ગદર્શન હેઠળ એક્યુપ્રેસર પ્રદ્ધતિથી સર્વરોગનું નિદાન-સારવાર કરવામાં આવશે. એક્યુપ્રેસર પદ્ધતિ એટલે અંગુઠા અને આંગળી વડે નસમાં દબાણ આપી લોહીને હરતું ફરતું કરી શરીરને નીરોગી રાખવાની સરળ પદ્ધતિથી 10 મિનિટમાં કોઈપણ પ્રકારના દુઃખાવામાં રાહત થશે. કેમ્પમાં સાંધાના દુઃખાવા, કાનનો દુઃખાવો, એલર્જીની શરદી, કેલ્શિયમની ખામી, માથાનો દુઃખાવો, પેટના દર્દ, ધાધર, ખરજવું, પાન-માવા છોડવા, મોઢા ખોલવા, આંખના નંબર ઉતારવા, નિઃસંતાન પણુ દૂર કરવું, સહિત તમામ રોગોની સારવાર કરવામાં આવશે. વધુ માહિતી માટે શ્રી મહાકાળી હેલ્થકેર પી.એન.પટેલ (મો.નં-95580 28030) નો સંપર્ક કરવો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..