એક્સરે મશીન બે ત્રણ દિવસ રગડ ધગડ ચાલતું હોવાથી દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર મોરબી : મોરબી જિલ્લા કક્ષાની સૌથી મોટી હોસ્પિટલમાં નામ બડે ઔર દર્શન ખોટે જેવી વર્ષોથી હાલત છે. સિવિલ હોસ્પિટલમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી હાલત વચ્ચે હવે એક્સ-રે મશીનને જાણે ફ્રેક્ચર થી ગયું હોય તેમ દગો દીધો છે. એક્સરે મશીન બે ત્રણ દિવસ રગડ ધગડ ચાલતું હોવાથી દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા છે. આથી દર્દીઓને છતાં સુવિધાએ ખાનગી હોસ્પિટલમાં મોંઘા દામ ચૂકવવા પડે છે. મોરબીની સીવીલ હોસ્પિટલ એટલે અસુવિધાઓની ભરમાર, હોસ્પિટલમાં વસાવેલી એક પણ અદ્યતન સેવાઓ યોગ્ય રીતે કામ કરતી નથી.વારંવાર લિફ્ટ તો બંધ પડે જ છે. હવે બીજી આરોગ્ય સેવાઓ પણ ખોરવાઈ રહી છે. જેમાં એક્સ-રે મશીન છેલ્લા બે ત્રણ દિવસ ક્યારેક ચાલે ને ક્યારેક બંધ થઈ જાય એવી હાલત છે. આથી દર્દીઓને એક્સ-રે કઢાવવા માટે ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે અને તગડી રકમ ચૂકવવી પડે છે. તેમ છતાં તંત્ર યોગ્ય પગલાં ન ભરાતા દર્દીઓની હાલત કપરી થઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાં એક નહિ અનેક સુવિધાઓના ધાંધિયા છે. જેમાં સરકાર સુવિધા માટે લખ-લૂટ ખર્ચ કરી હોવા છતાં એક્સરે, ટ્રોમાં સેન્ટર, સીટી સ્ક્રેન મશીન સહિતની અગત્યની સેવાઓ બંધ છે. અમુક સુવિધાઓમાં સ્ટાફ ન હોવાથી બંધ થવાથી લોકોને ભારે હાડમારી ભોગવવી પડે છે. આથી લોકોને ખાનગી હોસ્પિટલમાં એક્સ-રે, એમઆરઆઈ સહિતની સારવાર માટે ભારે દામ ચૂકવવા પડે છે. ત્યારે એક્સ-રે બંધ થતાં અકસ્માત કે અન્ય કોઈ દર્દીઓને એક્સ-રે માટે સદભાવના હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. અને ત્યાંથી ફરી સિવિલમાં આવવું પડે છે. આમ ભાંગતૂટ વાળા દર્દીઓને ભારે હાલાકી થાય છે. આથી સામાજિક કાર્યકર રાજુભાઇ દવે તમામ સુવિધાઓ યોગ્ય રીતે ચાલુ કરવાની માંગ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..