આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવવા ઇચ્છતા વહેલા તે પહેલા ધોરણે લગ્ન નોંધણી ફોર્મ ભરી શકશે વાંકાનેર : સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્વારા વાંકાનેર ખાતે અઢારે વરણને સાથે રાખી દીકરીનું પાનેતર ચોથો શાહી સમૂહ લગ્નોત્સવ આગામી તા. 11-5-2025 ને રવિવારના રોજ સાંજે 5 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. આ ચોથા સમૂહ લગ્નોત્સવમાં દરેક દીકરીઓને 101થી વધારે ચીજ-વસ્તુઓની કરિયાવર ભેટ આપવામાં આવશે. આ સર્વ હિન્દૂ જ્ઞાતિ જે દીકરીઓ આ સમૂહ લગ્નોત્સવમાં લગ્નમાં જોડાવવા ઈચ્છતી હોઈ તેઓએ વહેલા તે પહેલા ધોરણે લગ્ન નોંધણી ફોર્મ ભરવા જણાવાયું છે.તેમજ વધુ માહિતી માટે સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ કાર્યાલય (હેડ ઓફિસ) ન્યૂ કોમ્પલેક્ષ પહેલા માળે, જ્ઞાનગંગા સ્કૂલ સામે, બસ સ્ટેન્ડ મેઇન રોડ, વાંકાનેર, મો. નં 9173009968 / મો. 9106518189 તથા સાજણ એગ્રો પાડધરા બસ સ્ટેન્ડ, પાડધરા, મો.નં 8849324020 પર સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ અને દીકરીનું પાનેતર સમૂહ લગ્ન આયોજકે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.