મોરબી : મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થયો છે ત્યારે મોરબીના કુબેરનાથ રોડ ઉપર રહેતા અને નિવૃત્ત જી.ઈ.બી. કર્મચારી જનાબ ઈસ્માલશા અલીશા દિવાનના નેક ફરજંન તોફિકશાની માત્ર ચાર વર્ષની માસુમ નેક દુખ્તર મરિયમબાનુએ માહે રમજાન પાકનું પહેલું રોજુ રાખી અલ્લાહ તાલાની બારગાહે મુકદશમાં પોતાના ઈમાનનું સબુત પેશ કરી દિવાન પરિવારનું ગર્વ વધાર્યું છે.