મોરબી : મોરબી-વાંકાનેર હાઇવે પર માટેલ નજીક સીરામીક યુનિટમાં વાહન અકસ્માતમાં ચાર વર્ષની બાળકીનું મોત થયું હતું. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, મોરબી-વાંકાનેર હાઇવે પર માટેલ રોડ પર આવેલા એંકસેટ સીરામીક યુનિટના કારખાનામાં થયેલા વાહન અકસ્માતમાં પૂજાબેન યુવરાજભાઈ ખીમસુરિયા નામની ચાર વર્ષની બાળકીને ગંભીર ઇજા પહોંચવાથી મોત થયું હતું. બાળકીના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવમાં એ ડિવિઝન પોલીસ મથકના પી. એન. ગોહિલે પ્રાથમિક તપાસ કર્યા બાદ આગળની તાપસ વાંકાનેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.