મોરબી : મોરબીના નાની વાવડી ગામે તાલુકા પોલીસે દરોડો પાડી ભુમી ટાવરની બાજુમાં આવેલ શિવ શક્તિ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જાહેરમાં જુગાર રમી રહેલા હંસાબેન બટુકભાઇ વ્યાસ, સોનલબેન સંજયભાઇ ધાનજા, પ્રભાબેન રમેશભાઇ ફુલતરીયા અને ગૌરીબેન શાંતીલાલ ફુલતરીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 6,050 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.