ભીડનો લાભ લઈ ગઠિયાઓએ ચોરીને અંજામ આપ્યોહળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ શ્રી મહાકાળી આશ્રમ ખાતે શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાની પૂર્ણાહુતિના દિવસે કથા મંડપથી પોથી યાત્રા નીકળી હતી અને મંદિર સુધી પહોંચી હતી એ દરમિયાન લોકોની ભીડ પણ વધુ હોય તેવા સમયે તસ્કરોએ જુદી જુદી ચાર મહિલાઓને નિશાન બનાવી તેઓએ ગળામાં પહેરેલા સોનાના ચેનની ચોરી કરી હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. બનાવની હળવદ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો મુજબ ચરાડવા ગામે આવેલ મહાદેવ મંદિર પાસે રહેતા તખુબેન ઓધવજીભાઈ સોનગરાએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તારીખ-31-10-2025 ના રોજ શ્રી મહાકાળી આશ્રમ ખાતે ચાલતી કથા દરમિયાન પૂર્ણાહુતિના દિવસે કથા મંડપથી મંદિર સુધી પોથીયા યાત્રા યોજાઇ હતી. તે દરમિયાન લોકોની ભીડની વચ્ચે અજાણ્યા તસ્કરોએ તખુબેનની સાથે સાથે અન્ય ત્રણ મહિલા મળી કુલ ચાર મહિલાએ ગળામાં પહેરેલા એક થી દોઢ તોલાના ચેનની ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવમાં હળવદ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.