મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં પોલીસે જુગારના બે અલગ અલગ દરોડામાં જુના બસસ્ટેન્ડ પાસેથી બે શખ્સને નોટ નંબરીનો તેમજ વાંકાનેરના સરતાનપર ગામે તીનપતિનો જુગાર રમતા બબ્બે આરોપીઓ પકડાઈ ગયા હતા.પ્રથમ દરોડામાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસે શહેરના જુના બસસ્ટેન્ડ પાસે જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી સંદીપ બાબુભાઇ પીપળીયા અને રોહિત કાંતિભાઈ સરવૈયાને રોકડા રૂપિયા 250 સાથે પકડી પાડ્યા હતા.જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર ગામે સેનસો ચોકડી નજીક જાહેરમાં તીનપતિનો જુગાર રમતા આરોપી અજય રમેશભાઈ ઝરવરિયા અને રાહુલ જગાભાઈ ઝરવરિયા નામના શખ્સને રોકડા રૂપિયા 800 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.