અયોધ્યાપુરી રોડ અને જૂના બસસ્ટેન્ડ નજીક સિટી એ ડિવિઝન પોલીસની કાર્યવાહી મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા અયોધ્યાપુરી રોડ અને જૂના બસસ્ટેન્ડ નજીકથી ચાર ઇસમોને નોટ નંબરીનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા નોટ નંબરીના જુગાર અંગેની પ્રથમ કાર્યવાહીમાં જુના બસસ્ટેન્ડ નજીકથી આરીફભાઇ મુસ્તાકભાઇ બ્લોચ અને મુનવરભાઇ અનવરભાઇ મીનીવાડીયાને જાહેરમા ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 500 કબ્જે કરાયા હતા. જ્યારે અયોધ્યાપુરી રોડ ઉપર આસ્વાદ પાન નજીકથી તૌફીકભાઇ કરીમભાઇ ખોખર અને દિલીપભાઇ કાનજીભાઇ ઉભડીયાને નોટ નંબરીનો જુગાર રમતા જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂ.340 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.