વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને તાલુકા પોલીસે રૂ.27,500ની રોકડ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે રંગપર ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા દીલીપભાઇ મોટભાઇ ખાચર (રહે. રંગપર), ભરતભાઇ ખીમજીભાઇ વાઢેર (રહે. મોટી મોલડી, તા. ચોટીલા, જી-સુરેન્દ્રનગર), રવુભાઇ ઉર્ફે મુન્નાભાઇ જીલુભાઇ કાલીયા (રહે.રંગપર) અને કનુભાઇ નકુભાઇ ખાચર (રહે. રંગપર) ને રોકડ રૂપીયા 27,500 સાથે ઝડપી લઈ જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..