વાંકાનેર : વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રામપીર મંદિર નજીક જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી ચાર આરોપીઓને 19500ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ કુંભારપરામાં રામાપીરના મંદીર પાસે જાહેર શેરીમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે તીન-પતીનો હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસ ટીમે દરોડો પાડી નવધણભાઈ વજાભાઈ શામળ, લાલજીભાઈ બાબુભાઇ સારદીયા, રાજુભાઇ જગાભાઈ ઉઘરેજા અને અનીલભાઇ નરશીભાઇ તાવીયાને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રૂ.19500ની રોકડ રકમ જપ્ત કરી હતી. આ કામગીરી વાંકાનેર સીટી પીઆઇ એચ.એન.રાઠોડ, એએસઆઇ હીરાભાઈ તેજાભાઇ મઠીયા, પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા તથા અજીતભાઇ ભુરાભાઇ સોલંકી સહિતના સ્ટાફે કરી હતી. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..