મોરબી : મોરબી તાલુકાના ધુળકોટ ગામમાં વૃક્ષના છાંયે જુગાર રમતા ચાર શખ્સો પકડાયા છે. પોલીસે ચારેય આરોપીઓ પાસેથી રોકડ રૂ. 16,440 જપ્ત કર્યા છે. મોરબી તાલુકામાં ધુળકોટથી ખાનપર જતા રસ્તે આરોપી અમરશીભાઇ તુલશીભાઇ ચોટલીયાના ખેતર પાસે બાવળના છાયામાં જાહેરમાં ગેરકાયદેસર રીતે તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 16,440 કબ્જે કર્યા છે. તેમજ આરોપીઓ અમરશીભાઇ તુલશીભાઇ ચોટલીયા, નરશીભાઇ લાલજીભાઇ સાપરીયા, જયંતિલાલ તળશીભાઇ રાઘવાણી અને અમરશીભાઇ કેશવજીભાઇ રાઘવાણીની અટકાયત કરી તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.