મોરબી : દારૂ જુગારની પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવા મોરબી જિલ્લા પોલીસ ટીમ સતત સક્રિય છે ત્યારે ગઈકાલે મોરબીના મહેન્દ્રનગર અને વાંકાનેરના નવાપરા વિસ્તારમાં પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા ચાર શખ્સોને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. જુગાર દરોડાની પ્રથમ કાર્યવાહીમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ સી.એન.જી.પંપ સામે જાહેરમાં જુગાર રમી રહેલા મુકેશભાઇ શિવાભાઇ જીંજવાડીયા અને પ્રકાશભાઇ જેરામભાઇ જોબનપુત્રાને તીનપતીનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 2150 કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજા દરોડામાં વાંકાનેર સિટી પોલીસે નવાપરામાં જાહેરમાં જુગાર રમતા મનોજભાઇ કુંવરજીભાઇ સોલંકી કને દેવરાજભાઇ સંજયભાઇ જાલસાણીયાને તીન પતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1010 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.