મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી ચાર જુગારીઓને રૂપિયા 12 હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા દયારામભાઇ શામજીભાઇ પાડલીયા, પ્રગ્નેશભાઇ મુકુંદભાઇ પંડ્યા, રમેશભાઇ ચકુભાઇ ચાડમીયા અને મનસુખભાઇ ઉર્ફે બાબુભાઇ જેસંભાઇ કુંગશીયાને રોકડા રૂપિયા 12 હજાર સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.