સીટી એ ડિવિઝન પોલીસે વાવડીરોડ બાપા સીતારામ મઢુલી પાસેથી ગુરૂ એપ્લિકેશન ઉપર રમાતું સટ્ટાનું રેકેટ પકડ્યું મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગઈકાલે ભારત પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલ ટી-ટવેન્ટી ક્રિકેટમેચનો ઓનલાઇન ગુરૂ એપ્લિકેશન ઉપર સટ્ટો રમતા ચાર શખ્સોને દબોચી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડીરોડ બાપા સીતારામ મઢુલી પાસેથી સામાકાંઠે મહારાણાપ્રતાપ સોસાયટી શેરીનં.૧માં રહેતા અર્જુનસિંહ દીલુભા ઝાલા, રૂષીરાજ પરમાર, મામા બારોટ અને લાલાભાઇ સોઢીયા નામના ઈસમોને ભારત પાકિસ્તાન 20-20 ક્રિકેટ મેચ ઉપરક્રિકેટ લાઇન ગુરૂ એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી રનફેરનો હારજીતનો જુગાર રમવાનું રેકેટ ઝડપી લઈ આરોપીના કબ્જામાંથી રોકડા રૂ.૪૫૦૦ તથા મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦ મળી કુલ રૂ.૯૫૦૦ ના મુદામાલ કબ્જે કર્યો હતો. ઓનલાઇન સટ્ટાના આ રેકેટમાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ આર.એન.મંઢ ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..