મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે લાતીપ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 3-4ની વચ્ચે જાહેરમાં કેટલાક શખસો જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીના આધારે એ ડિવિજન પોલીસ સ્ટાફએ ત્યાં દરોડો પડ્યો હતો અને પોલીસે તે સ્થળે જુગાર રમતા ઓસમાણભાઈ હુસેનભાઈ લોલડીયા, કાસમભાઈ સીદીકભાઈ કુરેશી, ઇદરીશભાઈ અબ્દુલભાઇ અજમેરી, નિઝમભાઈ સલીમભાઈ મોવરને રૂ.8900 સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. di