મોરબી : મોરબી નજીક ટ્રક પાર્કીગની જગ્યામાં ટ્રકો પાર્ક કરીને કેટલાક શખ્સો જુગારનો પાટલો માંડ્યો હોવાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે ત્યાં રેડ કરીને જુગાર રમતા ચાર ટ્રક ડ્રાઇવરને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે મોરબી નજીક આવેલા ફર્ન હોટલની બાજુમા ટ્રક પાર્કીગમા જાહેરમા કેટલાક ટ્રક ડ્રાઈવરો જુગાર રમતા હોવાની બાતમીના આધારે ત્યાં દરોડો પાડ્યો હતો. પોલીસે આ જગ્યાએ દરોડો પાડી જુગાર રમતા મહેસાણા અને સુરેન્દ્રનગર તરફના અલગ-અલગ ટ્રકોના ડ્રાઇવર જેલાજી બીજલજી ઠાકોર, જામાજી મણાજી ઠાકોર, દીનેશભાઇ વીશભાઇ રાવલ, અંદરસંગ ચનુભા ઝાલાને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૧૨,૭૦૦ કબ્જે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..