રાજકોટ : મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનમાં ભૂસ્ખલનને કારણે રેલ વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. જેના પરિણામે મુસાફરોની સુરક્ષા તેમજ રેલ પરિચાલન સુચારું રાખવાના હેતુથી રાજકોટ ડિવિઝનની 4 ટ્રેનોનું સંચાલન ડાયવર્ટ કરાયેલા માર્ગ પર કરવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ આ અંગેની માહિતી આપી છે.ડાયવર્ટ કરાયેલા માર્ગ ચાલનાર ટ્રેનો 1) ગાડી સંખ્યા 22718 સિકંદરાબાદ–રાજકોટ એક્સપ્રેસ, જે 27 જુલાઈ 2026ના રોજ પોતાના પ્રારંભિક સ્ટેશનથી ઉપડશે, તે દૌંડ–મનમાડ–જળગાંવ–પલધી–સુરત માર્ગ પર ચલાવવામાં આવશે.2) ગાડી સંખ્યા 22717 રાજકોટ–સિકંદરાબાદ એક્સપ્રેસ, જે 27 જુલાઈ 2026ના રોજ પોતાના પ્રારંભિક સ્ટેશનથી ઉપડશે, તે સુરત–પલધી–જળગાંવ–મનમાડ–દૌંડ–સોલાપુર માર્ગ પર ચલાવવામાં આવશે.3) ગાડી સંખ્યા 20968 પોરબંદર–સિકંદરાબાદ એક્સપ્રેસ, જે 28 જુલાઈ 2026ના રોજ પોતાના પ્રારંભિક સ્ટેશનથી ઉપડશે, તે સુરત–પલધી–જળગાંવ–મનમાડ–દૌંડ–સોલાપુર માર્ગ પર ચલાવવામાં આવશે.4) ગાડી સંખ્યા 16613 રાજકોટ–કોયમ્બતૂર એક્સપ્રેસ, જે 26 જુલાઈ 2026ના રોજ પોતાના પ્રારંભિક સ્ટેશનથી ઉપડશે, તે સુરત–પલધી–જળગાંવ–મનમાડ–દૌંડ–સોલાપુર માર્ગ પર ચલાવવામાં આવશે.ટ્રેનોના સમય, સ્ટોપેજ, ડાયવર્ટ કરાયેલા માર્ગ તેમજ અન્ય સંચાલન સંબંધી અદ્યતન માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે.