લેપટોપ, ટીવી, 7 મોબાઈલ મળી 61 હજારનો મુદ્દામાલ જપ્ત મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલી રવાપર રેસિડેન્સી સામે આવેલ પટેલ મોબાઇલ, કરીયાણા શોપ, ક્રિષ્ના પાન એમ 3 દુકાનમાં તાળા તૂટ્યા હતા. જેમાથી તસ્કરો રૂ.એક ટીવી,7 મોબાઈલ,લેપટોપ, ટીવી રોકડ રકમ સહીતનો મુદ્દામાલ સહીતના મુદામાલની ચોરી થઇ હતી.આ બનાવ સંદર્ભે એલસીબીની ટીમ દ્વારા અલગ સ્થળે તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન એલસીબી પીઆઇ વી.બી.જાડેજા અને તેની ટીમના પીએસઆઈ એ.ડી જાડેજા એ એસ આઈ ચાવડા,પી.એસ ખાંભરા,દિલીપ ચૌધરી,વિક્રમસિંહ બોરણાં,જયવંત સિંહ ગોહિલ,ઈશ્વર ભાઈ ક્લોતરા,ચંદુભાઈ કણોતરા,ચન્દ્રકાન્ત વામજા,રજનીકાન્ત કૈલા,સંજય પટેલ,રસિક ચાવડા,કૌશિક મારવણીયા, ફૂલીબેન તરાર,અશોકસિંહ ચુડાસમાં, પૃથ્વીરાજસિંહ જાડેજા, ભરતભાઈ મિયાત્રા, ભગીરથ સિંહ ઝાલા, નીરવ મકવાણા,જયેશ વાઘેલા, નિર્મળસિંહ જાડેજા, આશિફભાઈ ચાણક્ય, ભરત જીલરીયા,બ્રિજેશભાઈ યોગેશ દાન ગઢવી સતીશ કાંજિયા હરેશ સરવૈયા રણવીર સિંહ જાડેજા, દશરથ સિંહ પરમાર,દશરથ સિંહ ચાવડા સહિતના સ્ટાફની અલગ અલગ ટિમ બનાવી જિલ્લાભર ટતેમજ આસપાસના અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરતા ચાર આરોપીના નામ ખુલતા આ ટીમ દ્વારા બાતમી વાળા સ્થળે દરોડો પાડી મૂળ એમપીના વતની અનિલ ઇન્દરસિંહ દેસાઇ, સુનિલ ઇન્દરસિંગ દેસાઇ, નિરુ મહેશ સિંગ બામણિયા, ભયાન સિંગ મથુરસિંગ ગણાવાને ઝડપી લીધા હતા અને તેઓ પાસેથી ચોરી કરાયેલ લેપટોપ, ટીવી, 7 મોબાઈલ ,6 હજાર રોકડ 61 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધી અન્ય કોઈ સ્થળે ચોરી કરી છે કે કેમ ચોરીનો માલ ક્યાં વેંચતા હતા અન્ય કેટલા સાથી જોડાયેલ છે વગેરે અંગે આગવી ઢબે પૂછપરછ હાથ ધરી હતી.