મોરબી : હાલ મોરબી શહેરમાં ધામધૂમથી ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સાથે સાથે ઘણા ભક્તો ગણેશ વિસર્જન પણ કરી રહ્યા છે. ત યારે મોરબી નગરપાલિકા દ્વારા કલેક્ટરના જાહેરનામા મુજબ મોરબી શહેરમાં ચાર સ્થળે ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે કલેક્શન પોઈન્ટ જાહેર કરવામાં આવ્યા છે.મોરબી શહેરમાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે નગરપાલિકા દ્વારા 1) સ્કાય મોલ, શનાળા રોડ, 2) પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જેલ રોડ, 3) એલઈ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, 4) ગર્લ્સ હાઈસ્કૂલ આમ ચાર જગ્યાએ સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી ગણેશજીની મૂર્તિઓના કલેક્શન પોઈન્ટ રાખવામાં આવ્યા છે. જેથી આસપાસના નગરજનોએ આ કલેક્શન સેન્ટર ખાતે ગણેશજીની મૂર્તિઓ વિસર્જન કરવા જણાવાયું છે.