Morbi: લોકસભાની ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે ત્યારે જિલ્લામાં પોલીસ ટીમ દ્રારા ગુનેગારોને શોધી ધરપકડની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે. મોરબી પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે શહેરના યમુનાનગર શેરી નં.4 ની પાછળની સાઇડે જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતિનો રોનનો જુગાર રમતા ચાર ઇસમોની ધરપકડ કરી હતી.આરોપી (1)રસુલશા હાજીશા શાહમદાર (ઉવ.૩૧), (2) મોસીન મેહબુબભાઇ પઠાણ (ઉવ.૩૬), (3) ગોવિંદભાઇ પ્રભુભાઇ સંથલીયા (ઉ.વ.૩૩), (4) જયંતીભાઇ સવજીભાઇ કાવથીયા (ઉ.વ.૫૦) ને પકડવામાં આવ્યા છે. તેમજ ગંજી પત્તા તથા રોકડા રૂપીયા 17,520 ના મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા ક.12 મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે.જાડેજા, હેડ કોન્સેબલ ભગવાન ખટાણા, વિજય ચાવડા, ચંદ્રસિંહ પઢિયાર, ભરત ખાંભરા તથા કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, પ્રિયંકા પૈજા સહિતના પોલીસ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે.