વાંકાનેર : વાંકાનેરના સિંધવદર ગામે યુવક ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જો કે લોકોના જણાવ્યા મુજબ આ કામના ફરિયાદીએ દાદાગીરી કરીને લારી ઊંઘી પછાડી દીધી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે તો પહોંચી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરી ન હતી. જેથી બાદમાં મામલો વધુ બીચકયો હતો. પ્રાપ્ત થતી વિગત મુજબ ફરિયાદી અલ્તાફ અબ્દુલભાઇ સંધિ રહે. શક્તિપરા વાંકાનેર વાળાએ આરોપી મુસ્તાક ગુલમહંમદ બ્લોચ, સાજીદ બ્લોચ (લાલપર), કાળું ઉર્ફે મોગલ અબ્દુલભાઇ અને ઈરફાન માર્કેટીંગ યાર્ડ પાસેના ગેરેજ વાળાએ ગત મોડી રાત્રે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રોડ પર આવેલ પેટ્રોલ પંપ પાસે એક સંપ કરી ફરિયાદીને કહેલ કે તું કેમ ઝઘડો કરે છે તને બહુ હવા આવી ગઈ છે તેમ કહી ભુંડાબોલી ગાળો આપી માટે ફરિયાદીએ ગાળો આપવાની નાં પાડતાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ આરોપી મુસ્તાક બ્લોચે તેની સ્કોર્પીઓ ગાડીમાંથી ધારીયું કાઢીને ફરિયાદીને જમણા પગના નરામાં તથા જમણા હાથ પર માર મારી ફેક્ચર કરી તથા આરોપી સાજીદ બ્લોચે લોખંડનો પાઈપ મારી ફરિયાદીને ડાબા હાથમાં ઈજા કરી તથા આરોપી મોગલે બેઝબોલના ધોકાથી ફરિયાદીને પગના સાથળમાં માર મારી ઈજા કર્યા અંગે ફરિયાદ આપતાં વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો નોંધી તાત્કાલિક બધા આરોપીઓને ઝડપી પાડી બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પીએસઆઇ આર.પી. જાડેજા ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત બનાવ બાબતે લોકોમાં થતી ચર્ચા મુજબ ફરિયાદી વાંકાનેરનો મારામારીનો રીઢો ગુનેગાર હોય ગતરાત્રીના વાંકાનેરના ચંદ્રપુર પાસે આવેલ એક ઇંડાની લારીએ દાદાગીરી કરીને લારી ઉંધી પાડી દઈ ત્રણ ચાર લોકોને મારમારી લારીના ગલ્લામાંથી એક હજાર રોકડા અને એક મોબાઈલની લૂંટ કરેલ જે અંગે વાંકાનેર સીટી પોલીસને જાણ કરતાં પીસીઆર વાન અને એક બોલેરો ગાડી ત્યાં સ્થળ પર ગયેલ પરંતુ કાયદેસરની કોઈ કાર્યવાહી હાથ ધરેલ નહીં જે બનાવ વધુ ઉગ્ર બનેલ અને સીંધાવદર ખાતે આ બનાવ સંદર્ભે આરોપીઓ અને ફરિયાદી મળતાં વધુ માથાકૂટ થયેલ જો વાંકાનેર સીટી પોલીસે તાત્કાલિક યોગ્ય પગલાં લીધા હોત અને ફરજમાં બેદરકારી દાખવી ન હોત તો આ મારામારી ના બનાવ ને રોકી શકાયો હોય તેવું વાંકાનેરના જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે.