ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં જુગારની મહેફિલ જામી હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા મોરબીના અજીતભાઇ જુસબભાઇ ચૌહાણ, જાવીદભાઇ અબ્દુલભાઇ ચૌહાણ, અબ્દુલભાઇ અલ્લારખાભાઇ ખરોશી અને નસીતપરના નુરમામહમદ ઉમરભાઇ ચૌહાણને રોકડા રૂપિયા 10,400 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.