મોરબી : મોરબીમાં બી ડિવિઝન પોલીસે ગઈકાલે સામાંકાંઠા વિસ્તારમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા.આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ વિધુતનગર પાસેના હનુમાનજી મંદિર નજીક કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે ત્યાં રેડ કરીને જાહેરમાં જુગાર રમતા સુનિલભાઈ લાભુભાઈ સારલા, રાજેશભાઇ હરેશભાઇ સનુરા, દિપકભાઇ ગોરધનભાઇ સિચદાણા અને નવઘણભાઈ ભીખાભાઇ પરમારને રૂ.12 હજારના મુદામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news