બાઇકની સાઈડ કાપવા તેમજ ઘરના અંગત પ્રશ્નો મામલે માર મરાયોમોરબી : મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા યુવકને બાઇકની સાઈડ કાપવા તેમજ અગાઉ ઘરના અંગત પ્રશ્નોને લઈ ફુવા સાથે ચાલતા મનદુઃખમાં ફુવા તેમજ તેમના ભાઈ અને તેમના બે પુત્રોએ હુમલો કરી લાકડાના ધોકા તેમજ લાકડી વડે યુવકને માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા અને ખેતીકામ કરતા દલવાડી યુવાન વિશાલ ઉર્ફે જેન્તીભાઈ રાજેશભાઇ કટેશિયા ઉ.18એ આરોપી એવા ફુવા તુલસીભાઈ અણદાભાઈ ચાવડા, ફુવાના ભાઈ સંજય અણદાભાઈ ચાવડા, ફુવાના દીકરા રાજદીપ અને મનીષ તુલસીભાઈ ચાવડા રહે.તમામ પાનેલી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ ફુવા સાથે ઘરના અંગત પ્રશ્ને માથાકૂટ ચાલતી હોય તેવામા તાજેતરમાં ફુવાના દીકરાના બાઇકની સાઈડ કાપવાનો ખાર રાખી ગત તા.8ના રોજ તમામ આરોપીઓએ લાકડાના ધોકા વડે માર મારી ફ્રેક્ચર કરી નાખ્યું હતું.સાથે જ પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.