વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના કોટડા નાયાણી ગામે દેવીપૂજક વાસમાં બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સલીમભાઈ આમદભાઈ ઠેબા, સતાભાઈ કડવાભાઈ વરૂ, મનસુખભાઇ જક્સીભાઈ સોલંકી અને આરોપી પોપટભાઈ બોદુભાઈ કાતીયાર રહે.તમામ કોટડા નાયાણી ગામ, તા.વાંકાનેર વાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 6480 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.