મોરબી : મોરબીમાં એક પોઝિટિવ કેસની વચ્ચે આજે સવારે એક વર્ષના બાળકના સેમ્પલ લવાયા બાદ વધુ ચાર લોકોના સેમ્પલ લેવાયા છે. મોરબીમાં અત્યાર સુધીમાં કુલ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમના રિપોર્ટ કાલે આવશે. મોરબીમાં ગઈકાલે લેવાયેલા તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ત્યારે આજે સોમવારે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા ધ્રોલ પાસેના અંબાળા ગામના 1 વર્ષના બાળકમાં શંકાસ્પદ લક્ષણો દેખાયા હતાં જ્યારે આ ઉપરાંત હળવદના ડુંગરપુરના 75 વર્ષના મહિલા વૃદ્ધ અને વાંકાનેરના રાતાવિડાની 40 વર્ષની મહિલા અને સરતાનપરના 23 વર્ષના યુવક તેમજ મોરબીના રાજપર ગામના દોઢ વર્ષના બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા આ તમામને મોરબી સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લઈ જામનગર રિપોર્ટ માટે મોકલાયા છે. જેના રિપોર્ટ કાલે મંગળવારે આવશે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/