મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સાકરતુલાનો કાર્યક્રમ યોજાશે મોરબી : મોરબી જિલ્લાના ભાજપના ઉમેદવારની થતા આ ચારેય ભાજપના ઉમેદવાર ધારાસભ્ય બન્યા છે.જે બદલ મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મોરબી જિલ્લાના આ નવનિયુક્ત ધારાસભ્યોના સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ચૂંટાયેલા મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,ટંકારાના ધારાસભ્ય, તેમજ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ના સન્માનનો કાર્યક્રમ આગામી રવિવાર તા. 1/ 1/ 2023 સાંજે 5:00 કલાકે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે યોજાશે. આ પ્રસંગે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સાકરતુલાનો કાર્યક્રમ પણ યોજાશે. તેથી સમસ્ત બ્રહ્મ સમાજના લોકોના આ કાર્યક્રમમાં સમયસર હાજરી આપવા પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યાએ અનુરોધ કર્યો છે.