મોરબી : માળીયા મિયાણા શહેરમાં ગેબનશાહ પીરના ચિલ્લા પાસે પૈસાની લેતી દેતી બાબતે અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી ચાર આરોપીઓએ બે યુવાનો પર છરી અને ધોકા વડે હુમલો કરતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના ભચાઉ તાલુકાના અમરાપર ગામના રહેવાસી તૈયબભાઈ ગુલામભાઈ માણેકે આરોપી મોસીન ઉર્ફે ડીકો સંઘવાણી અને હરધોળ રહે.બન્ને નવાગામ તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોએ અગાઉ પૈસાની લેતી દેતી બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી ગેબનશાહ પીરના ચીલા પાસે ઝઘડો કરી ફરિયાદી તેમજ સાહેદ સલીમભાઈ સાથે ઝઘડો કરી ધોકા વડે તેમજ છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.